મુંબઈમાં યુવરાજસિંહનો 64-કરોડનો ફ્લેટઃ ઘરમાંથી સમુદ્ર દેખાય

મુંબઈઃ ભારતનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહ દેશના સૌથી શ્રીમંત ક્રિકેટરોમાંનો એક છે. યુવરાજસિંહ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં યુવા ક્રિકેટરોને કોચિંગ અને માર્ગદર્શન આપી રહ્યો છે. યુવરાજસિંહ મુંબઈના વર્લીમાં તેની પત્ની હેઝલ કીચ સાથે એક વિશાળ ફ્લેટમાં રહે છે, જે એક સમયે બોલીવૂડ એક્ટ્રેસ હતી. હેઝલ અને યુવરાજસિંહના લગ્ન નવેમ્બર, 2016માં થયાં હતાં.

આ દંપતી 29મા માળે 16,000 લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે. તેમના ફ્લેટમાંથી અરબી સમુદ્રનું અદભુત દ્રશ્ય દેખાય છે.

યુવરાજે વર્ષ 2013માં આ લક્ઝુરિયસ ફ્લેટ રૂ. 64 કરોડમાં કરીદ્યો હતો. તેનો લિવિંગ રૂમ વિશાળ છે. તેના ફ્લેટમાં મોનોક્રોમ કિચન અને ઘરના દરેક ખૂણેથી બહારનું અદ્દભૂત દ્રશ્ય જોવા મળે છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]