કોહલીએ ઈદ નિમિત્તે પ્રશંસકોને શુભેચ્છા આપી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે ઈદ તહેવાર નિમિત્તે દેશના તમામ મુસલમાનો તથા પોતાના ચાહકોને ટ્વિટરના માધ્યમથી શુભેચ્છા આપી છે. તેણે લખ્યું છે કે, ‘હાલની કઠિન પરિસ્થિતિમાં પણ ઈદ તહેવાર લોકોને પ્રેમ અને સુખ શાંતિ આપે. ઈદ મુબારક. સૌ સુરક્ષિત રહે.’

ઉલ્લેખનીય છે કે, કોહલી હાલ એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની સાથે મળીને કોરોનાવાઈરસના દર્દીઓની મદદ માટે ભંડોળ એકત્ર કરી રહ્યો છે. તેણે પોતાના ઓનલાઈન ફંડરેઝિંગ મારફત અત્યાર સુધીમાં 11 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]