યૂએઈની આઇપીએલ-13 ચાહકોને ચોક્કસ જલસા કરાવશેઃ સેહવાગ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપનર બેટસમેન વીરેન્દ્ર સેહવાગ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને ખૂબ ઉત્સાહમાં છે, જે યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ના ખાલી સ્ટેડિયમમાં રમાવાની છે. કોવિડ-19 રોગચાળાને કારણે લાંબા વિરામ પછી ટુર્નામેન્ટ રમાવાને લઈને ક્રિકેટરસિયાઓમાં પણ ખાસ્સો રોમાંચ છે. મને વિશ્વાસ છે કે અમે સ્થાનિક દર્શકોની સામે ક્રિકેટ મેચોને રમવાથી મિસ કરવાના છીએ. જોકે આ વખતે પણ ટુર્નામેન્ટ રમાવાની છે એ આપણા બધા માટે ખુશીની વાત છે-ખાસ કરીને લાંબા બ્રેક પછી, એમ સેહવાગે કહ્યું હતું.

સેહવાગ અને ક્રિકેટ શોના હોસ્ટ સમીર કોચર ફ્લિપકાર્ટ એપ પર ઇન્ટરએક્વિટ ક્રિકેટ શો પાવર પ્લે રજૂ કરવા માટે એકસાથે આવશે. ફ્લિપકાર્ટ વિડિયો ચેમ્પિયન્સની સાથે પાવર પ્લે ઇનામ જીતવા માટે પ્રોત્સાહિત કરશે, જેનો બધા ક્રિકેટપ્રેમીઓને આનંદ મળશે. જ્યારે હવે ટુર્નામેન્ટનો ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે વધુ ચર્ચાને અવકાશ નથી. આ મારા માટે એક તક છે, હું IPL સાથે જોડાઈ રહ્યો છું, જે હકીકતમાં મારા રસનો વિષય છે, જેનો હું આનંદ લઉં છું. હું લોકોના ક્રિકેટના જ્ઞાન અને કુશળતાનું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યું છું.

મને આશા છે કે ક્રિકેટપ્રેમીઓ પણ IPL ટુર્નામેન્ટને માણવા માટે સજ્જ થઈ ગયા હશે. આગામી સમયમાં આ ટુર્નામેન્ટ પછી સિરીઝ પણ શરૂ થશે, એમ તેણે કહ્યું હતું. આ શોમાં સેહવાગ અને સમીર ભારતની ફેવરિટ ક્રિકેટ શૃંખલા પર ચર્ચા કરશે, જ્યારે દર્શકો મેચનાં વિવિધ પાસાંની ભવિષ્યવાણી કરીને કેટલાંય ઇનામ જીતવા માટે ક્રિકેટ જ્ઞાનનો ઉપયોગ કરવાની તક આપશે.

યુઝર્સને ક્વિઝ રમવાની તક આપશે

શુક્રવારે લોન્ચ થનારો આ શો યુઝર્સને પ્રતિ દિન ક્વિઝ રમવાની તક આપશે. સેહવાગ અને સમીર દ્વારા નિષ્ણાતોનાં મંતવ્યો અનુસાર છ પૂર્વાનુમિત પ્રશ્નો ઉપયોગકર્તાઓને રમત સંબંધિત જ્ઞાન અને પૂર્વનુમાન કરવાની સ્કિલને પડકાર આપશે.  મારો ક્રિકેટની સાથે જૂનો સંબંધ છે અને હું કોઈ અન્ય પ્રશંસકની જેમ રમતનો આનંદ લેતો હોઉં છું. હું ફ્લિપકાર્ટ વિડિયોની સાથે ઇન્ટરએક્ટિવ શોની હોસ્ટિંગ કરવા માટે બહુ ઉત્સાહિત નથી, પણ ક્રિકેટ મેચનો હું આનંદ લેવા માગું છું અને વીરુ પાજી સિવાય બીજું કોઈ નહીં, એમ કોચરે કહ્યું હતું.

આપણે બધા ટુર્નામેન્ટ શરૂ થવાની ખૂબ ઉત્સાહથી રાહ જોઈ રહ્યો છે અને લોકોને મેચનો આનંદ લેતા, ઇનામ જીતતા જોવાની મજા પડશે. હું હજી પણ લોકોને મનોરંજન કરવા માટે મળું છું, એમ તેમણે કહ્યું હતું.

ગઈ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ શનિવારે આ ટુર્નામેન્ટમાં અબુ ધાબીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]