MS ધોનીની વેબ સિરીઝનું ટીઝર રિલીઝ થયું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેની આગામી ગ્રાફિક નવલકથા અર્થવઃ ધ ઓરિજિનનો પહેલો લુક જારી કર્યો હતો. ધોનીએ ફેસબુકના માધ્યમથી આવનારી પૌરાણિક વેબ સિરીઝનો ફર્સ્ટ લુકનું ટીઝર શેર કર્યું હતું. વેબ સિરીઝને ધોની એન્ટરટેઇનમેન્ટ કંપની બનાવી રહી છે. ધોનીએ અને તેની પત્ની સાક્ષીએ આ કંપનીની સ્થાપના 2019માં કરી હતી. આ ગ્રાફિક નોવેલનો વિડિયો ધોનીએ સોશિયલ વિડિયો શેર કર્યો હતો. એમાં ધોની મુખ્ય ભૂમિકા ભજવી છે. વિકેટકીપર કમ બેટસમેન જે વિડિયો શેર કર્યો હતો, એમાં ફેન્સ એના લુકથી પ્રભાવિત થયા છે.

આ ટીઝરમાં પ્રતિષ્ઠિત ક્રિકેટર એનિમેટેડ અવતારમાં શેતાન સાથે લડતો દેખાય છે. ધોનીએ પોસ્ટની નીચે કેપ્શનમાં લખ્યું છે કે મારા નવા અવતારની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે…અર્થવ.

વિરઝુ સ્ટુડિયોઝએ મિડાસ ડીલ્સ પ્રા. લિ.ની સાથે મળીને એમએસ ધોની અભિનિત અર્થવ-ધ ઓરિજિનનું મોશન પોસ્ટર જારી કર્યું છે. આમાં તે એક સુપર હીરોના અવતારમાં દેખાશે.  ધોનીએ નવા પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે હું આ પ્રોજેક્ટ સાથે જોડાઇને ઉત્સાહિત છું અને આ ખરેખર એક સાહસ છે. અર્થવ- ધ ઓરિજિન એક આકર્ષક ગ્રાફિક નોવેલ છે અને આર્ટવર્ક આધારિત એક નવલકથા છે.

ધોનીની આ ગ્રાફિક નવલકથા રમેશ થમિલમનીએ લખી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટનને કેટલાક દિવસો પહેલાં ચેન્નઈમાં જોવા મળ્યો હતો. ધોની હજી પણ ટીમમાં રમનાર સભ્ય છે, પણ તે ફ્રેન્ચાઇઝી માટે એક મોટો વ્યૂહરચનાકાર છે. વળી, IPL 2022ની મોટી લિલામી માટે મોટી ભૂમિકા ભજવશે.