આ ભારતીય ક્રિકેટરના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું, જાણો શું છે આખો મામલો

ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક જાણીતા ખેલાડીઓ તેમના વૈવાહિક જીવનને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓના છૂટાછેડાના સમાચાર પહેલા ચોંકાવનારા હતા. હવે વધુ એક ક્રિકેટર અને અભિનેત્રીની જોડી તૂટવાને લઈ સમાચારોએ જોર પકડ્યું છે. એક બાજું ભારતની ટીમે ચેમ્પન્સ ટ્રોફી 2025 જીત્યા ત્યારે આવી ખરબો વહેતી થઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને તેમની પત્ની, સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 2019માં ધામધૂમથી લગ્ન કરનાર આ દંપતી વિશે એવી અફવાઓ છે કે તેઓ હવે અલગ થવાના મૂડમાં છે. મીડિયા અહેવાલો પ્રમાણે, મનીષ અને આશ્રિતાએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. બંનેએ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા છે. મનીષ છેલ્લા 37 અઠવાડિયાથી કોઈપણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી નથી. તાજેતરમાં, મનીષ ફ્રેન્ડસ સાથે વેકેશન માણતો જોવા મળ્યો છે, જયારે આશ્રિતા એકલી વેકેશનની તસ્વીરો શેર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનીષ પાંડે ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 વનડે અને 39 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચૂક્યો છે. જ્યારે આશ્રિતા શેટ્ટી તમિલ ફિલ્મોમાં સક્રિય રહી છે. લગ્ન પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થોડું બ્રેક લીધો છે. આ મામલે હજુ સુધી મનીષ કે આશ્રિતા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. જો કે, સંકેતો અને જાહેર ઈવેન્ટ્સમાં બંનેની ગેરહાજરીને કારણે છૂટાછેડાની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.