વિદેશપ્રધાને ઓસ્ટ્રેલિયાના ઉપ વડા પ્રધાનને કોહલીનું બેટ ભેટ આપ્યું

કેનબેરાઃ વિદેશપ્રધાન એસ. જયશંકર હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેમણે ઓસ્ટ્રેલિયાના ઉપ વડા પ્રધાન રિચર્ડ માર્લેસને વિરાટ કોહલીની બહુ કીમતી ચીજ ભેટ આપી છે. આ ભેટને જોઈને ઓસ્ટ્રેલિયાના ઉપ મુખ્ય પ્રધાન આશ્ચર્યચકિત થયા હતા. વિદેશપ્રધાને ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું હસ્તાક્ષર કરેલું બેટ ગિફ્ટ આપ્યું હતું. બંનેનો આ ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

વિદેશપ્રધાન પાસે ભેટ લીધા પછી રિચર્ડ માર્લેસએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બહુબધી એવી ચીજવસ્તુઓ છે, જે આપણને બધાને એક બનાવે છે, જેમાં ક્રિકેટ સામેલ છે. આ ભેટ લઈને તેમણે કહ્યું હતું કે દિગ્ગજ કોહલીના હસ્તાક્ષર કરેલા બેટને જોઈને મને આશ્ચર્ય થયું હતું.

આ સિવાય વિદેશપ્રધાનના સ્વાગતમાં ઓસ્ટ્રેલિયાના જા પાર્લમેન્ટ હાઉસને તિરંગાની લાઇટમાં બતાવી દીધું હતું. ન્યુ ઝીલેન્ડની મુલાકાત પછી વિદેશપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. તેમણે તેમની સમકક્ષ પેની વોંગની સાથે પત્રકાર પરિષદમાં કહ્યું હતું. આભાર તમારો… હું સૌથી પહેલાં કેનબરામાં જે રીતે મારું સ્વાગત કરવામાં આવ્યું, એ માટે તમારો આભારી છું. મેં ત્યાં જૂના સંસદ ભવનને અમારા રાષ્ટ્રીય ધ્વજના રંગમાં રંગાયેલું જોયું. દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠમાં ઓસ્ટ્રેલિયાના સામેલ થવાની વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ એક બહુ સારું પગલું છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે હું સિડની ઓપેરા હાઉસને ધ્વજના રંગમાં રંગાયેલું જોઈને દંગ થઈ ગયા હતો.