પેરાલિમ્પિક્સઃ ભારતનાં છ એથ્લીટ ટોક્યોમાં ક્વોરન્ટીન

ટોક્યોઃ દિવ્યાંગજનો માટેનો રમતોત્સવ પેરાલિમ્પિક્સ-2021 આજથી શરૂ થયો છે. આ માટે ભારતે 54-સભ્યોનો સંઘ મોકલ્યો છે, જેમાં 24 એથ્લીટ્સ છે. આ 24માંથી 6 એથ્લીટને ટોક્યોમાં ક્વોરન્ટીન થવું પડ્યું છે. જોકે તેઓ એમની સંબંધિત હરીફાઈઓમાં જરૂર ભાગ લઈ શકશે. ભારત આ રમતોત્સની 9 રમતમાં ભાગ લેવાનું છે.

ઉદઘાટન સમારોહ વખતે ભારતના ધ્વજવાહક તરીકે હાઈ-જમ્પર મરિયાપ્પન થાંગાવેલુની જગ્યાએ જેવેલીન થ્રોઅર ટેકચંદની પસંદ કરવામાં આવ્યો હતો. થાંગાવેલુએ ટોક્યોની ફ્લાઈટમાં જેની સાથે સફર કરી હતી તે કોવિડ-19 દર્દી છે. તેથી એના નિકટના સંપર્કમાં રહેવા બદલ થાંગાવેલુને ટોક્યોમાં ક્વોરન્ટીન સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે.