ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ અય્યરે એક અનોખી નિઃસ્વાર્થતા દેખાડી. ગુજરાત ટાઈટન્સ (GT) સામેની આ મેચ દરમિયાન શ્રેયસ અય્યર 97 રન પર અણનમ હતો, પરંતુ તેમ છતાં તેણે પોતાની સદીની ચિંતા કર્યા વિના શશાંક સિંહને સંપૂર્ણ સ્વતંત્રતા આપી કે તે હંમલા ચાલુ રાખે.
શ્રેયસ અને શશાંકે 17મી ઓવરથી લઈને અંત સુધી ગુજરાતના બોલર્સ પર આક્રમક રમત દેખાડી રહ્યા હતા. ખાસ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં શશાંકે આગવી તાકાત બતાવી અને માત્ર 16 બોલમાં 44 રન ફટકારી નાખ્યા. 20મી ઓવરમાં મોહમ્મદ સિરાજ સામે શશાંકે પાંચ ચોગ્ગા ફટકારીને 23 રન બટકાવ્યા, જેના કારણે પંજાબનો સ્કોર 243 સુધી પહોંચી ગયો. શશાંકે મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે, “શ્રેયસ ભલે 97 રન પર હતો, પણ તેણે મારી તરફ આવીને એક જ વાત કહી – ‘મારી સદીની ચિંતા ના કર, તું ફક્ત સ્ટ્રાઈક લેવા કરતાં વધુમાં વધુ શોટ મારવાનો પ્રયાસ કર.’
આ નિવેદન એ દર્શાવે છે કે શ્રેયસ માટે વ્યક્તિગત રેકોર્ડ કરતા ટીમનું લાભ વધુ મહત્વપૂર્ણ હતું. સામાન્ય રીતે, કોઈ પણ બેટ્સમેન શતક પૂરુ કરવાનું પસંદ કરે, પણ શ્રેયસે તત્કાલીન પરિસ્થિતિને સમજી, શશાંકને ખૂલ્લી હોડ ચલાવવાનો મોકો આપ્યો. આ અંતિમ ઓવરોમાં બેટિંગ સ્ટ્રેટેજી જ પંજાબ કિંગ્સની જીતનું મુખ્ય કારણ બની. PBKS એ આ હાઈ-સ્કોરિંગ મુકાબલો 11 રનથી જીતી લીધો. જો શ્રેયસ પોતાની સદી માટે સ્ટ્રાઈક પર રહેવાનું પસંદ કરે, તો કદાચ સ્કોર થોડો ઓછો રહ્યો હોત. શશાંક સિંહે પત્રકારોને જણાવ્યું કે, “મને શ્રેયસ પર ગર્વ છે. IPLમાં સદી કરવી સરળ નથી, છતાં પણ તેણે મારો ઉત્સાહ વધાર્યો અને મને સ્વતંત્ર બેટિંગ કરવાની તક આપી. શ્રેયસનું આ કૃત્ય મને મારા સમગ્ર કરિયરમાં યાદ રહેશે.”
