શાહિદ આફ્રિદીને પાંચમું કન્યારત્ન પ્રાપ્ત થયું; નામ રાખવા નેટ યુઝર્સની મદદ માગી

કરાચી – પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિકી પાંચમી પુત્રીનો પિતા બન્યો છે. એણે એના પરિવારની આ નવી સભ્યનું નામ પાડવા માટે પ્રશંસકો, ઈન્ટરનેટ યુઝર્સની મદદ માગી છે. એણે વચન આપ્યું છે કે શ્રેષ્ઠ નામનું સૂચન કરનારને પોતે ઈનામ આપશે.

પોતાને પાંચમું કન્યારત્ન પ્રાપ્ત થયું હોવાના સમાચાર આફ્રિદીએ ગયા શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. એ વખતે એણે તેની તમામ પાંચ પુત્રીઓની સાથેની એક તસવીર પણ શેર કરી હતી.

પોસ્ટની કેપ્શનમાં એણે લખ્યું હતું કે, મારી પર અનોખી શક્તિની અસીમ કૃપા અને દયા વરસી રહી છે… મારે ચાર અદ્દભુત પુત્રીઓ છે અને હવે મને પાંચમી પુત્રી પણ પ્રાપ્ત થઈ છે.

આફ્રિદીએ એની પોસ્ટ સાથે આ હેશટેગ લખ્યું છેઃ  #FourbecomeFive.

આક્રમક ઓલરાઉન્ડર તરીકે જાણીતા આફ્રિદીની જોકે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે મજાક પણ ઉડાવી છે.

એક જણે લખ્યું છે કે, વસ્તીવધારાની સમસ્યા તને ક્યારે સમજાશે? કે તું માત્ર પુત્ર મેળવવા માટે જ આ કરે છે?

એક જણે એને સલાહ આપી છે કે જો તને પુત્ર મેળવવાની એટલી બધી ઝંખના હોય તો કોઈક અનાથ છોકરાને દત્તક લઈ લે.

અન્ય એક જણે લખ્યું છે કે પાકિસ્તાનમાં આર્થિક સંકટ છે, ખાવાપીવાના વાંધા છે ત્યારે તું આ શું કરે છે?

કેટલાકે તો આફ્રિદીની માનસિકતા ઉપર જ નિશાન સાધ્યું છે.

આફ્રિદી આ બધાયને ઉત્તર આપે છે કે એ હવે જોવાનું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]