સચીન થાઈલેન્ડમાં; શીખે છે નવી રમત!!

મુંબઈઃ દંતકથાસમાન ભૂતપૂર્વ બેટ્સમેન સચીન તેંડુલકર એમના પત્ની અંજલિની સાથે નવા વર્ષની ઉજવણી કરવા થાઈલેન્ડ ગયા છે. એમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. એમાં સચીનને ક્રિકેટ ઉપરાંત એક બીજી રમત શીખતા જોઈ શકાય છે.

થાઈલેન્ડમાં 49 વર્ષીય માસ્ટરબ્લાસ્ટર બેટર એકદમ મસ્તીના મૂડમાં દેખાય છે. શેર કરેલા વીડિયોમાં તેઓ ક્રિકેટના બેટને બદલે અન્ય રમતમાં હાથ અજમાવતા દેખાય છે. થાઈલેન્ડના દરિયામાં નૌકાવિહારનો આનંદ લેવા માટે તેંડુલકર કાયાકિંગ (સમુદ્રમાં હલેસાં વડે નૌકા ચલાવવાની) તાલીમ લેતા દેખાય છે. ત્યારબાદ તેઓ એમના પત્ની અંજલિની સાથે નૌકામાં સવાર થઈને સમુદ્રમાં ઘણે દૂર સુધી ગયેલા દેખાય છે. આ વીડિયો તેંડુલકરના ચાહકોને ખૂબ ગમ્યો છે અને તેને અઢળક લાઈક્સ મળ્યા છે.

તેંડુલકર અનેક સામાજિક સેવાકાર્યોમાં પણ સક્રિય રહેતા હોય છે. હાલમાં જ એમણે એક અનાથાશ્રમમાં જઈને બાળકો સાથે નાતાલ તહેવારની ઉજવણી કરી હતી. એમણે બાળકોને મીઠાઈ વહેંચી હતી અને એમની સાથે કેરમ રમવાનો આનંદ પણ માણ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]