રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના નવા કોચ બનશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને ટૂંક સમયમાં નવા કોચ મળશે. રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના આગામી કોચ હશે. ભૂતપૂર્વ ક્રિકેટર દ્રવિડ મુખ્ય કોચની જવાબદારી સંભાળવા સહમત થયા છે. તે વર્ષ આ જવાબદારી સંભાળશે. હાલના ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી સંયુક્ત આરબ અમિરાત અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી થનારા T20 વર્લ્ડ કપપછી કોચપદ છોડી દેશે. આ સાથે પારસ મહામ્બ્રેને બોલિંગ કોચની સંભાવના દર્શાવવામાં આવી છે. BCCI સચિવ જય શાહ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભૂતપૂર્વ કેપ્ટન સાથે વાત કરી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું. દ્રવિડ હંમેશાં BCCIએ પસંદગીના વિકલ્પ રહ્યા છે. હવે રાહુલ એ પહેલાં શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂક્યા છે.

દ્રવિડને કોચ તરીકે રહેવા બદલ તગડી રકમ ઓફર કરવામાં આવી છે. તેમને કોચના પદ પર રૂ. 10 કરોડ પગાર સ્વરૂપે મળશે, એમ સૂત્રોએ કહ્યું હતું. તેઓ આ રકમ મેળવનારા સૌપ્રથમ ભારતીય કોચ બનશે. તેઓ અન્ડર-19 ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા, જેણે 2020 વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી હતી.

દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ચાર ICC ઇવેન્ટ રમશે. આગામી વર્ષે વનડે (50 ઓવર)નો વર્લ્ડ કપ છે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 2023માં થવાની છે.

આ પહેલાં દ્રવિડ ટેસ્ટ સિરીઝ માટે બેટિંગ સલાહકારના રૂપમાં ઇન્ગલેન્ડનો પ્રવાસ કર્યો હતો. તેમણે 164 ટેસ્ટમાં 286 ઇનિંગ્સમાં 36 સદી અને 63 ઙાફ સેન્ચુરી ફટકારી છે.  તેઓ ધ વોલને નામે જાણીતા છે અને 344 વનડે રમી છે.