સપ્ટેમ્બર, 2022માં કોંગ્રેસઅધ્યક્ષની ચૂંટણી થશેઃ આઝાદ

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સપ્ટેમ્બરમાં થશે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે CWCની બેઠકમાં કહ્યું હતું કે અમને સોનિયા ગાંધી પર પૂરો વિશ્વાસ છે અને કોઈ પણ કોંગ્રેસી તેમના નેતૃત્વ પર સવાલ નથી ઊભો કરતો. બીજી બાજુ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને જવાબ આપતાં પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના અસંતુષ્ટ (G-23 નેતાઓ)ને જવાબ આપતાં કહ્યું હતું કે મિડિયાના માધ્યમથી મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી, મેં હંમેશાં સ્પષ્ટતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે પૂરું સંગઠન કોંગ્રેસને પુર્નજીવિત કરવા ઇચ્છે છે, પણ એના માટે એકતા અને પાર્ટીનાં હિતોને સર્વોપરી રાખવા જોઈએ. તેમણે આત્મનિયંત્રણ અને શિસ્ત રાખવા પર ભાર મૂક્યો હતો.

કાર્યસમિતિની બેટકમાં પાર્ટીઅધ્યક્ષ સહિત સંગઠન ચૂઁટણી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં કોંગ્રેસપ્રમુખ ઉપરાંત રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વડરા હાજર રહ્યાં હતા.

આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપ તીખો પ્રહાર કરતાં લખીમપુર ખીરી કાંડ, કૃષિ કાયદા અને મોંઘવારી મુદ્દે ભાજપ પર હુમલો કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે લખીમપુર ખીરી કાંડ ભાજપની માનસિકતા ઉજાગર કરી દીધી હતી. કોંગ્રેસ રકાર્ય સમિતિની બેઠકમાં સંગઠાત્મક ચૂંટણીઓને લીલી ઝંડી આપવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યપદ અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી સપ્ટેમ્બર, 2022 સુધી પૂરી કરી લેવામાં આવશે.