નડાલ જ ફ્રેન્ચ ઓપન વિજેતા; થીમને ફાઈનલમાં હરાવી 11મી વાર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બન્યો

પેરિસ – ક્લે કોર્ટના બાદશાહ રાફેલ નડાલે આજે અહીં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં ડોમિનીક થીમને સીધા ત્રણ સેટની રમતમાં હરાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદ જીતી લીધું હતું.

સ્પેનના ધુરંધર નડાલે કારકિર્દીમાં આ 11મી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું છે. એણે ઓસ્ટ્રિયાના થીમને 6-4, 6-3, 6-2થી પરાજય આપ્યો હતો. નડાલ મેચની શરૂઆતથી જ વર્ચસ્વ જમાવવામાં સફળ રહ્યો હતો.

વર્લ્ડ નંબર-1 નડાલનું આ કુલ 17મું ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદ છે.

સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે કુલ 20 મોટા વિજેતાપદ જીત્યા છે.

નડાલનો આ સતત છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ વિજય છે.

રાફેલ નડાલ અને ડોમિનિક થીમ

10 જૂન, રવિવારે મહિલાઓની ડબલ્સની ફ્રેન્ચ ઓપન જીતનાર ચેક રીપબ્લિકની બાર્બોરા ક્રાસીકોવા (જમણે) અને કેટરીના સીનીયાકોવા. એમણે ફાઈનલમાં જાપાનની જોડીને પરાજય આપ્યો હતો.

બાર્બોરા ક્રાસીકોવા અને કેટરીના સીનીયાકોવા

બાર્બોરા ક્રાસીકોવા અને કેટરીના સીનીયાકોવા

શનિવાર, 9 જૂને મહિલાઓની સિંગલ્સ ફાઈનલ જીતીને ટ્રોફી જીતનાર રોમાનિયાની સિમોના હાલેપ. એણે ફાઈનલમાં અમેરિકાની સ્લોએની સ્ટીફન્સને પરાજય આપ્યો હતો.

રોમાનિયાની સિમોના હાલેપ