કેપ ટાઉનઃ વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપે એ પહેલાં કેપ્ટન તરીકે એને માટે એક વિદાયમાન મેચ યોજવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એને ઓફર કરી હતી, પણ કોહલીએ તેને નકારી કાઢી હતી. કોહલી દક્ષિણ આફ્રિકા સામે કેપ ટાઉનમાં પોતાની કારકિર્દીની 99મી ટેસ્ટ મેચ રમ્યો હતો. હવે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એ તેની 100મી ટેસ્ટ રમશે.
‘એવી એક મેચથી કોઈ ફરક ન પડે. હું કંઈ એવો નથી,’ એમ કોહલીએ એને ઓફર કરનાર બીસીસીઆઈના એક અધિકારીને સંભળાવી દીધું હતું.