કૈઝર જહા કહે છે, મારી પુત્રી 100 પુત્રોના બરાબર છે

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમે જુનિયર વર્લ્ડ કપના પૂલ તબક્કામાં રવિવારે જર્મનીને 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. મુમતાઝના પિતા હફીઝ ખાન ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે, જ્યારે તેની માતા શાકભાજી વિક્રેતા છે, કેમ કે છ બાળકોના પાલનપોષણની જવાબદારી છે. મુમતાઝે કરેલા ગોલથી તેની માતા બહુ ખુશ છે.

મુમતાઝ ખાન (19) ભારતની નવી હોકી ટીમની મજબૂત ખેલાડી છે. જે ટીમને લીગમાં ઊંચે લઈ જઈ રહી છે. તેની સ્ટિકની ડ્રિબલ અને પાવરપ્લેથી વિરોધીઓમાં સોપો પાડી દીધો છે.

નવાબોનું શહેર અને હોકીપ્રેમીઓનું શહેર લખનઉ મુમતાઝના પરિવાર પર ફિદા છે. લોકો હંમેશાં ટિપ્પણી કરે છે કે મારે માત્ર પુત્રીઓ છે, પણ મુમતાઝે અમને કીર્તિ અપાવી છે, એમ તેની માતા કૈઝર જહાનું કહેવું છે. મારી પુત્રી 100 પુત્રોની બરાબર છે, એમ તે કહે છે. કૈસર જહા પ્રતિ દિન રૂ. 300ની કમાણી કરે છે.

મુમતાજની મોટી બહેન કહે છે કે અમારી ર્થિક સ્થિતિ સારી નથી, જેથી મુમતાઝ માંડ 12 સુધી શિક્ષણ લઈ શકી છે. અમનેઆજે બહુ ગર્વ છે કે મુમતાઝ દેશ માટે રમી રહી છે. પિતા હાફિઝ ખાન મુમતાઝ ખાનના હોકીના ઝનૂનના ભારે સમર્થક રહ્યા છે.