આઇસી15 ઇન્ડેક્સ 350 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અનિશ્ચિત રાજકીય અને મેક્રોઈકોનોમિક આઉટલૂકને કારણે ક્રીપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં સોમવારે મિશ્ર વલણ રહ્યું હતું. બિટકોઇન 46,000 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકાની તથા અન્ય કેન્દ્રીય બૅન્કો નાણાં નીતિ વધુ સાવચેતીભરી બનાવશે એવી ધારણાને પગલે નાસ્દાક અને એસએન્ડપી500 ફ્યુચર્સ ફ્લેટ રહેવાની શક્યતા છે.

ગત દસ વર્ષના આંકડા દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં બિટકોઇનમાં સરેરાશ 51 ટકા ભાવ વધ્યા છે. બિટકોઇનનું ટ્રેડિંગ શરૂ થયા બાદ ફક્ત બે વખત એપ્રિલમાં ભાવ ઘટ્યા છે.

સોમવારે બપોરે પૂરા થયેલા 24 કલાકના ગાળામાં બિટકોઇન 46,000 ડોલર અને ઈથેરિયમ 3,400 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. ડોઝકોઇનના ભાવમાં 2 ટકાની વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.50 ટકા (350 પોઇન્ટ) ઘટીને 69,029 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,380 ખૂલીને 70,081 સુધીની ઉપલી અને 68,964 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
69,380 પોઇન્ટ 70,081 પોઇન્ટ 68,964 પોઇન્ટ 69,029

પોઇન્ટ

ડેટાનો સમયઃ 4-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)