ઉ.પ્ર.ને હરાવી મુંબઈએ વિજય હઝારે ટ્રોફી જીતી

નવી દિલ્હીઃ કેપ્ટન પૃથ્વી શૉએ 39 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 73 રન ઝૂડી કાઢ્યા બાદ વિકેટકીપર આદિત્ય તરેએ 18 ચોગ્ગા સાથે અણનમ 118 રન ફટકારતાં મુંબઈએ આજે અહીં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી વિજય હઝારે ટ્રોફી સ્પર્ધાની ફાઈનલ મેચમાં ઉત્તર પ્રદેશને 6-વિકેટથી પરાજય આપ્યો હતો.

ઉ.પ્ર. ટીમે ઓપનર માધવ કૌશિકના 156 બોલમાં 15 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 158 રનની મદદથી 50 ઓવરમાં 4 વિકેટે 312 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ટીમે 41.3 ઓવરમાં જ 4 વિકેટના ભોગે 315 રન કરીને મેચ અને ટ્રોફી જીતી લીધી હતી. મુંબઈએ ચોથી વાર આ ટ્રોફી જીતી છે. ટીમ છેલ્લે 2005-06માં આ ટ્રોફી જીતી હતી. આ વખતની સ્પર્ધામાં ટીમે તેની બધી મેચોમાં જીત મેળવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]