MS ધોની T20 વર્લ્ડ-કપમાં મફત કરશે આ કામ

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના મેન્ટરની ભૂમિકા ભજવશે. BCCIના સચિવ જય શાહે જણાવ્યું હતું કે તે આ કામ માટે કોઈ ફી નહીં લે. તેમણે મિડિયાથી વાતચીત કરતાં કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની આ કામ માટે એક માટે એક પણ પૈસા નહીં લે. તે વગર ચાર્જે મેન્ટરની ભૂમિકા ભજવશે. 

IPL ટુર્નામેન્ટના બે દિવસ પછી T20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. એ વર્લ્ડ કપ પણ IPLની જેમ દુબઈમાં જ થવાનો ચે. એટલા માટે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં મેન્ટરની ભૂમિકામાં સામેલ કરવામાં આવ્યો છે. તે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને ગાઇડ કરતો રહેશે.

વર્ષ 2007માં પહેલો T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં આયોજિત થયો હતો, જે ભારતે જીત્યો હતો. એ વખતે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો. એ વખતે વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યાર પછી ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ નથી જીત્યો. હવે T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી દુબઈમાં થવાનો છે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાવાની છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટે જાહેરાત કરી છે કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી T20 ટુર્નામેન્ટ છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ધોની હવે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકેની ભૂમિકા ભજવશે, જેથી તેના ફેન્સ ક્રિકેટપ્રેમીઓએ તેની પ્રશંસા કરી હતી.