મેરીએ માફી-માગી; મોદીએ કહ્યું, ‘જીત-હાર’ જીવનનો-ભાગ છે

નવી દિલ્હીઃ બ્રેકફાસ્ટ મીટિંગમાં ભારતના ટોક્યો ઓલિમ્પિક સંઘનાં સભ્યો સાથેની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલા બોક્સિંગ સ્ટાર મેરી કોમનાં દેખાવને કારણે છેલ્લા એક દાયકામાં દેશમાં મહિલા એથ્લીટ્સને ખૂબ પ્રસિદ્ધિ મળી છે.

‘રાજ્યસભામાં અમને તમારી ગેરહાજરીનો અનુભવ થાય છે’, એવું જ્યારે વડા પ્રધાન મોદીએ કહ્યું ત્યારે રાજ્યસભાનાં સદસ્ય મેરી કોમે કહ્યું કે, ‘હું પ્રેક્ટિસને કારણે ગૃહમાં હાજરી આપી શકી નથી.’ ટોક્યો ગેમ્સમાં મેડલ જીતી ન શકવા બદલ મેરી કોમે માફી માગી હતી. ત્યારે વડા પ્રધાને કહ્યું કે, ‘જીત અને હાર તો જીવનનો એક ભાગ છે. તમે ખેલકૂદ જગતમાં, ખાસ કરીને ભારતમાં મોટા પાયે પ્રદાન કર્યું છે. તમારાં દેખાવને કારણે જ મહિલા એથ્લીટ્સ/ખેલાડીઓને હવે પ્રસિદ્ધિ મળવા લાગી છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]