દુબઈઃ ટ્વેન્ટી-20 ઓવર ફોર્મેટમાં લોકપ્રિય એવી ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં બે નવી ટીમનો ઉમેરો થયો છે. આ ટીમો અમદાવાદ અને લખનઉ શહેરની છે. અમદાવાદ રેનીગેડ્સ અને લખનઉ સ્કોર્ચર્સ – આ બે નવી ટીમના નામ છે.
આ સાથે 2008થી શરૂ થયેલી આઈપીએલ સ્પર્ધા હવે 8ને બદલે 10 ટીમની થશે. હાલની 8 ટીમ છેઃ ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ. નવી ટીમોની હરાજીની પ્રક્રિયા આજે દુબઈની તાજ હોટેલમાં યોજાઈ હતી. લખનઉ ટીમને આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે રૂ. 7,090 કરોડમાં ખરીદી છે જ્યારે અમદાવાદ ટીમને સીવીસી કેપિટલ પાર્ટનર્સે રૂ. 5,166 કરોડમાં જીતી છે. આઈપીએલની અત્યાર સુધીમાં 14 આવૃત્તિ (મોસમ) થઈ ગઈ છે.