લિટન દાસ ભારત સામેની ODI-શ્રેણીમાં બાંગ્લાદેશનો કેપ્ટન

મુંબઈઃ ભારત સામે આવતા રવિવારથી શરૂ થતી વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં બાંગ્લાદેશ ટીમનું સુકાન સંભાળશે તેનો વિકેટકીપર-બેટર લિટન કુમાર દાસ. 28 વર્ષીય લિટન દાસે તેની વન-ડે કારકિર્દી 2015માં ભારત સામે રમીને જ શરૂ કરી હતી. આ જમોડી બેટર અત્યાર સુધીમાં 57 વન-ડે મેચોમાં 1,835 રન બનાવી ચૂક્યો છે. વિકેટકીપર તરીકે એ તમીમ ઈકબાલનો અનુગામી બન્યો છે. લિટન દાસ ODI શ્રેણીમાં આ પહેલી જ વાર બાંગ્લાદેશ ટીમનું સુકાન સંભાળશે. આ ફોર્મેટમાં તે દેશનો 15મો કેપ્ટન બનશે. 2022માં લિટન આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ફોર્મેટની મેચોમાં 43 દાવમાં 1,703 રન બનાવી ચૂક્યો છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે પહેલી બે વન-ડે મેચ 4 અને 7 ડિસેમ્બરે ઢાકાના મિરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચ ચટ્ટોગ્રામમાં 10 ડિસેમ્બરે ઝહુર એહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ ડે-નાઈટ હશે, જે સ્થાનિક સમય મુજબ બપોરે 12વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ પણ રમશે. પહેલી ટેસ્ટ 14-18 ડિસેમ્બરે ચટ્ટોગ્રામના ચૌધરી સ્ટેડિયમમાં અને બીજી મેચ 22-26 ડિસેમ્બરે મિરપુરના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ODI માટેની બાંગ્લાદેશ ટીમઃ લિટન દાસ (કેપ્ટન અને વિકેટકીપર), અનામુલ હક બિજોય, શકીબ અલ હસન, મુસ્ફીકુર રહીમ, અફીફ હુસેન, યાસીર અલી ચૌધરી, મેહદી હસન મિરાઝ, મુસ્તફીઝુર રેહમાન, તસ્કીન એહમદ, હસન મેહમૂદ, ઈબાદોત હુસેન ચૌધરી, નસુમ એહમદ, મેહમૂદ ઉલ્લાહ, નજમુલ હુસૈન શાંતો, કાઝી નુરુલ હસન સોહન, શોરીફુલ ઈસ્લામ.

ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાહબાઝ એહમદ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર અને કુલદીપ સેન.

ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રીકર ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.