ઈંડા ખાવાની વાતે ટ્રોલ થતાં કોહલીએ આપ્યા જવાબ

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા એક એવી જગ્યા છે, જ્યાં આપણને સેલિબ્રિટી શું કરે છે? ક્યાં જાય છે? અને શું ખાય છે? આ બધી બાબતોની માહિતી મળતી રહે છે, પણ કેટલીક વાર પોતાની ખાનગી જિંદગીની માહિતી શેર કરવી એ અહીં મુસીબત બની જાય છે. આવું જ કંઈક ક્રિકેટર વિરાટ કોહલી સાથે થયું. વિરાયે શનિવારે દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને જણાવ્યું હતું કે તે શાકાહારી છે અને ડાયટમાં ફળ, શાકભાજી સિવાય ઈંડા પણ ખાય છે. બસ પછી લોકોએ તેને આ વાતે ટ્રોલ કર્યો. લોકોએ ઈંડાં ખાવા પર તેના શાકાહારી હોવાના નિવેદને સવાલો ઊભા કર્યા. ટ્રોલર્સે તેને બહુ ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું, જે પછી ટ્વિટર પર કોહલીએ યુઝર્સને જવાબ આપ્યો હતો. કોહલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં ક્યારેય વેગન હોવાનો દાવો નથી કર્યો, હંમેશાં એમ જ કહ્યું છે છે કે હું શાકાહારી છું. એટલે ઊંડા શ્વાસ લો અને પોતાના વેજિટેબલ્સ ખાઓ.

યુઝર્સે કોમેન્ટ કરી

કોહલીના ટ્વીટે ટ્વિટર પર લોકોને કોમેન્ટ કરવા મજબૂર કર્યા એક યુઝરે વિરાટથી પૂછ્યું ઈંડા કયા ઝાડ પર ઊગે છે?  તો વળી બીજા યુઝરે જણાવ્યું હતું કે દેશમાં શાકાહારી લોકોનો એક વર્ષ ઈંડાં ખાય છે. જ્યારે કે અનેક યુઝર્સે પૂછ્યું હતું કે ઈંડા ખાઈને તે શાકાહારી કેવી રીતે હોઈ શકે.

આ યુઝરે કહ્યું હતું કે ઈંડાં કયા ઝાડ પર ઊગે છે

 આ યુઝરે કહ્યું કે તારે આ કહેવું જોઈએ કે તું એગેટેરિયન છો

આ યુઝરે ફોટો શેર કર્યો

યુઝર્સને રોહિત શર્માની યાદ આવી

પ્રશંસકોએ ટ્વીટ પર જવાબ આપતાં કોહલીના ટીમના સાથી રોહિત શર્માને યાદ કર્યો અને વડા પાંઉના પ્રતિ તેના પ્રેમની પ્રશંસા કરી. એક યુઝરે તો રોહિતને વડાપાંઉરિયન કહી દીધો. એક અન્ય ફેને રોહિત શર્માનો ફોટો શેર કરવાની સાથે પૂછ્યું કે ક્યારેય વડા પાંઉનું નામ સાંભળ્યું છે.