રાહુલના નબળા ફોર્મનો કોહલીએ બચાવ કર્યો

પુણેઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. પહેલી વનડે 23 માર્ચે પુણેમાં રમાઈ રહી છે. પહેલી વનડેની પૂર્વસંધ્યા પર પત્રકાર પરિષદમાં કેપ્ટન વિરાટ કોહલી એક સવાલના જવાબમાં ગીત ગાવા લાગ્યો હતો. કોહલીને જ્યારે કેએલ રાહુલના ફોર્મ વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે કોહલીએ એનો જવાબ ગીત ગાઈને આપ્યો હતો. બીસીસીઆઇએ એનો વિડિયો પણ શેર કર્યો હતો.

કોહલીએ રાહુલના ફોર્મને લઈને ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે ફોર્મ અને આઉટ ઓફ ફોર્મને લઈને મારા મનમાં એક વાત આવી છે. તેણે ગીત ગાયું હતું, ‘कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों को, कहीं बीत ना जाए रैना।”

રાહુલે ઇંગ્લેન્ડની સામે T20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ઘણો ખરાબ ફોર્મમાં હતો. તેણે એ સિરીઝમાં માત્ર 15 રન બનાવ્યા હતા, એમાં પણ 14 રન તો તેણે ચોથી T20 ઇન્ટરનેશનલ મેચમાં બનાવ્યા હતા.

જોકે કેપ્ટને કહ્યું હતું કે લોકોમાં ધીરજ નથી. કોઈ પ્લેયરનું ખરાબ ફોર્મ હોય તો લોકોને તેને નીચે પાડવામાં મજા આવે છે. જોકે પહેલી ભારત અને ઇંગ્લેન્ડની પહેલી વનડેમાં રાહુલે 43 બોલમાં 62 રન બનાવ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.