વિરાટ કોહલી-અનુષ્કા શર્મા ઈટાલીમાં લગ્નગ્રંથિથી જોડાયાં

મિલાન (ઈટાલી) – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે ઈટાલીના ટસ્કેનીમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. આ સાથે બંને જણનાં લગ્ન વિશે મહિનાઓથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે.

લગ્નના સમાચારને સમર્થન આપતી નવદંપતીની પહેલી સેલ્ફી પણ ઈન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવી હતી.

કોહલી અને અનુષ્કા બંને જણ 2013થી એકબીજાને ડેટિંગ કરતાં હતાં.

કોહલી-અનુષ્કાનાં લગ્નપ્રસંગ અને તેની એક અઠવાડિયાની ઉજવણી માટે બંનેનાં પરિવારજનો દિલ્હી અને મુંબઈથી ઈટાલી ગયાં છે.

નવદંપતીનું ભવ્ય રીસેપ્શન 26 ડિસેમ્બરે મુંબઈમાં યોજવામાં આવશે એવું મનાય છે.

મૂળ દિલ્હીનિવાસી કોહલી અને અનુષ્કા પતિ-પત્ની તરીકે મુંબઈમાં વરલી વિસ્તારમાં ખરીદેલા એમનાં નવા ઘરમાં શિફ્ટ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]