‘અંગત મામલો છે, કશું બોલવા માગતો નથી’: શોએબ મલિક

લાહોરઃ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે એની ટેનિસસ્ટાર પત્ની સાનિયા મિર્ઝા સાથે એના છૂટાછેડાના અહેવાલો અંગે પ્રતિક્રિયા આપી છે. એણે આ અફવા વિશે તેના અને સાનિયાનાં સહિયારા OTT શો ‘ધ મિર્ઝા મલિક શો’ પર જણાવ્યું હતું કે, ‘આ અમારી અંગત બાબત છે. આ સવાલ વિશે હું કે મારી પત્ની કોઈ જવાબ આપવાના નથી. આ વાત જ જવા દો.’

શોએબ અને સાનિયાનાં છૂટાછેડાની વાતો ત્યારે ચગી જ્યારે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શોએબ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરનાં પ્રેમમાં છે.

શોએબ મલિક અને આયેશા ઉમર

ટ્વિટર પર જ્યારે એક જણે આયેશાને પૂછ્યું કે, શું તું શોએબ મલિક સાથે લગ્ન કરવાની છે? ત્યારે આયેશાએ જવાબમાં કહ્યું હતું કે, જરાય નહીં. એનાં લગ્ન થઈ ગયા છે અને તે એની પત્ની સાથે આનંદથી રહે છે. હું એ બંનેનો આદર કરું છું. શોએબ મારો સારો મિત્ર છે અને અમે બેઉ એકબીજાં માટે સારું ઈચ્છીએ છીએ. આવો સંબંધ તો બ્રહ્માંડમાં પણ મોજૂદ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]