ચેન્નાઈ : ભારતના ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દુબઈમાં ગઈ કાલે રમાઈ ગયેલી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં NZ પર UAE ટીમે મેળવેલા વિજયની સરાહના કરી છે. એણે કહ્યું છે કે આ પરિણામ ફ્રેન્ચાઈઝ ક્રિકેટની અસર દર્શાવે છે. તેમજ ટેસ્ટ ક્રિકેટ ન રમતાં દેશોની આવનારી પેઢીઓ માટે એક નવી જગાવે છે.
ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં યૂએઈ ટીમે ન્યૂઝીલેન્ડ ટીમને ૭-વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે, ૩ મેચોની સીરિઝ ૧-૧થુ સમાન થઈ છે. ત્રીજી અને આખરી મેચ આજે રમાશે. ગઈ કાલની મેચમાં, ટીમ સાઉથીના નેતૃત્વ હેઠળની NZ ટીમે તેના હિસ્સાની ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. તેના જવાબમાં, મુહમ્મદ વાસીમના નેતૃત્વવાળી યૂએઈ ટીમે ૧૫.૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૧૪૪ રન કરીને મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ યૂએઈના ડાબોડી સ્પિનર આયાન ખાનને આપવામાં આવ્યો હતો, જેણે૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. યૂએઈના કેપ્ટન વાસીમે ૨૯ બોલમાં ૫૫ રન કર્યા હતા જેમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા હતા.