IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, અલ્લાહ ગઝનફર ઈજાને કારણે બહાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 18મી સિઝનની શરૂઆત 21 માર્ચ 2025થી શરૂ થવા જઈ રહી છે. આ IPL પહેલા પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના 18 વર્ષીય અફઘાન સ્પીનર અલ્લાહ ગઝનફરને પીઠના નીચેના ભાગમાં ફ્રેકચર થવાને કારણે IPL 2025માંથી બહાર થઇ ગયો છે.

સૂત્રોની જાણકારી પાસે ઈજાને કારણે અલ્લાહ ગઝનફર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લઇ શકશે નહી. ગઝનફરની જગ્યાએ હવે ડાબોડી સ્પીનર નાંગેયાલિયા ખારોટેને અફઘાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઓફ સ્પીનર ગઝનફરે અફઘાનિસ્તાન માટે એક ટેસ્ટ અને 11 વનડે મેચ રમી છે. મિસ્ટ્રી સ્પીનર તરીકે ઓળખાતા ગઝનફરે ચાર ટેસ્ટ અને 21 વનડે ઇન્ટરનેશનલમાં 21 વિકેટ ઝડપી હતી. ગત વર્ષે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝીમ્બાબ્વે સામે અફઘાનિસ્તાને મેળેલી જીતમાં ગઝનફરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અલ્લાહ ગઝનફર માટે આ પહેલી IPL સિઝન હોત પરંતુ ઈજાગ્રસ્ત થવાને કારણે તે આ વખતની IPLમાં રમી શકશે નહીં.મ