હૈદરાબાદ – ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ કંપની ઈન્ફોસીસે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપના આયોજકો સાથે ત્રણ-વર્ષની ભાગીદારીનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ઈન્ફોસીસ ઓસ્ટ્રેલિયન ઓપનની સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર રહેશે.
ઈન્ફોસીસ આ કરાર અંતર્ગત બિગ ડેટા-એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી જેવી ટેક્નોલોજીઝમાં પોતાના જ્ઞાનની વહેંચણી કરશે.
આ કરારની નાણાકીય વિગતો હજી જાણવા મળી નથી.
ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ ડાયરેક્ટર ક્રેગ ટિલીએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ઓપનને ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઈનોવેટ કરવાના અમારા પ્રયાસોમાં ઈન્ફોસીસ સાથેની અમારી ભાગીદારી મહત્ત્વનું પગલું છે. આ ભાગીદારી દ્વારા અમે દુનિયાભરમાં નવા દર્શકો પ્રાપ્ત કરી શકીશું.
ટેનિસ ઓસ્ટ્રેલિયા સંસ્થા ઓસ્ટ્રેલિયામાં ટેનિસની રમતનું સંચાલન કરે છે.