અને પાકિસ્તાની ક્રિકેટરોએ ભારતીય ટેક્સી ડ્રાઇવરને પ્રેમથી જમાડ્યો, કારણ?

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય ટેક્સી ડ્રાઈવરે પાકિસ્તાની ક્રિકેટરો પાસેથી ભાડાના પૈસા લેવાની ના પાડી દીધી. ટેક્સી ડ્રાઈવરનો આ વ્યવહાર પાકિસ્તાની ક્રિકેટરોને ખૂબ પસંદ આવ્યો અને તેમણે આના બદલે ટેક્સી ડ્રાઈવરને પોતાની સાથે હોટલમાં લઈ જઈને જમાડ્યો.

ભારતીય ટેક્સી ડ્રાઈવરની જે ટેક્સીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ યાત્રા કરી, તેમાં ફાસ્ટ બોલર શાહીન અફ્રીદી, લેગ સ્પિનર યાસિર શાહ અને યુવા ફાસ્ટ બોલર નસીમ શાહનો સમાવેશ થાય છે. એબીસી રેડિયોની કોમેન્ટેટર એલિસન મિશેલે ટેક્સી ડ્રાઈવર દ્વારા પૈસા ન લેવાની વાત ઓસ્ટ્રેલિયના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસન સાથે કોમેન્ટ્રી દરમિયાન શેર કરી.

એલિસનને આ આખા મામલાની જાણકારી એ જ ટેક્સી ડ્રાઈવરના માધ્યમથી મળી, કે જે ભારતીય ટેક્સી ડ્રાઈવરે કોમેન્ટેટરને ગાબા સ્ટેડિયમમાં ડ્રોપ કર્યા. તે સમયે ગાબા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચાલી રહી હતી. ટેક્સી ડ્રાઈવરે સ્ટેડિયમ જતા સમયે રસ્તામાં એલિસનને જણાવ્યું કે તેમણે જ રાત્રે ડિનર માટે પાકિસ્તાની પ્લેયર્સને હોટલથી ભારતીય રેસ્ટોરન્ટ પહોંચાડ્યા હતા.

ટેક્સી ડ્રાઈવરે આગળ કહ્યું કે, તેમણે પાકિસ્તાની ખેલાડિઓ પાસેથી આના બદલે કોઈ પૈસા લીધા નહી. ભારતીય ડ્રાઈવરે કહ્યું કે પાકિસ્તાની ક્રિકેટરોએ આના બદલે તેમને પોતાની સાથે ડિનર માટે આમંત્રિત કર્યા.