વન-ડે સિરીઝઃ ટીમ-ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવું જર્સી

પુણેઃ ટેસ્ટ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીઓ પૂરી થયા બાદ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ હવે અહીં 3-મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં રમશે. આ મેચો 23, 26 અને 28 માર્ચે રમાશે. આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નવું જર્સી લોન્ચ કર્યું છે જે પહેરીને કેપ્ટન વિરાટ કોહલીએ તસવીર પડાવી હતી.

કોહલીએ જણાવ્યું છે કે પહેલી વન-ડે મેચમાં રોહિત શર્માની સાથે શિખર ધવન દાવનો આરંભ કરશે. 2019ના જૂન મહિનાથી ધવન માત્ર 9 વન-ડે ઈન્ટરનેશનલ મેચ જ રમ્યો છે. હાથના અંગૂઠામાં થયેલી ઈજાને કારણે એ મેચો ચૂકી ગયો હતો. કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડને 3-1થી અને ટ્વેન્ટી-20 સિરીઝમાં 3-2થી પરાજય આપ્યો હતો.

(તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી ટ્વિટર એકાઉન્ટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]