બેંગલુરુ – હંગામી કેપ્ટન અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી એકમાત્ર અને ઐતિહાસિક ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનો ઘડોલાડવો કરી નાખ્યો છે.
ભારતે આ મેચને આજે બીજા જ દિવસે સમાપ્ત કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટના નવા સામેલ થયેલા સભ્ય અફઘાનિસ્તાનને એણે એક દાવ અને 262 રનથી કચડી નાખ્યું છે. અફઘાનિસ્તાનનો પહેલો દાવ 109 રનમાં પૂરો થયા બાદ ફોલોઓન થયા બાદ એનો બીજો દાવ માત્ર 103 રનમાં સમેટાયો. આમ, પ્રવાસી ટીમે તેની તમામ 20 વિકેટ આજે એક જ દિવસમાં ગુમાવી દીધી. બીજા દાવમાં, ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે – 4 વિકેટ ઝડપી છે. એણે પહેલા દાવમાં 18 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાનના બીજા દાવમાં 4 બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. હશ્મતુલ્લા શાહિદી 36 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન અસગર સ્ટેનિક્ઝાઈએ 25, ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શેહઝાદે 13 અને રાશિદ ખાને 12 રન કર્યા છે.
અફઘાનિસ્તાનના પહેલા દાવમાં 27 રનમાં 4 વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને બીજા દાવમાં 1 વિકેટ લીધી છે તો બે ફાસ્ટ બોલરો – ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ બંને દાવમાં સફળતા મેળવી હતી. ઉમેશે બીજા દાવમાં 3 અને પહેલા દાવમાં 1 વિકેટ લીધી હતી તો ઈશાંતે બંને દાવમાં 2-2 બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.
એ પહેલાં, ભારતનો પહેલો દાવ 474 રનમાં પૂરો થયો હતો. ગઈ કાલનો એક નોટઆઉટ બેટ્સમેન હાર્દિક પંડ્યા આજે વ્યક્તિગત 71 રન કરીને આઉટ થયો હતો. જ્યારે બીજો નોટઆઉટ બેટ્સમેન અશ્વિન 218 રન કરીને, જાડેજા 20 અને ઈશાંત શર્મા 8 રન કરીને આઉટ થયો હતો. ઉમેશ યાદવ 21 બોલમાં બે સિક્સર અને બે બાઉન્ડરી સાથે 26 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ભારતના પહેલા દાવમાં આક્રમક બેટિંગ કરીને 96 બોલમાં 107 રન કરનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ટીમ સામે ભારતનો આ સૌથી મોટો એક દાવવાળો વિજય બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી મોટા ઈનિંગ્ઝ વિજય…
inn & 262 runs v Afg, Bengaluru, 2018*
inn & 239 runs v Ban, Mirpur, 2007
inn & 239 runs v SL, Nagpur, 2017
inn & 219 runs v Aus, Kolkata, 1998
પોતાની પ્રારંભિક ટેસ્ટમાં સૌથી ઓછી ઓવર રમેલી ટીમોઃ
27.5 Afg v Ind, Bengaluru, 2018
38.4 Afg v Ind, Bengaluru, 2018 +
46.3 Ban v Ind, Dhaka, 2000 +
47.1 NZ v Eng, Christchurch, 1930
47.2 Ire v Pak, Malahide, 2018
(+ એટલે બીજો દાવ)
પોતાની પ્રારંભિક ટેસ્ટમાં ટીમે કરેલા સૌથી નીચા સ્કોર
84 SA v Eng, Port Elizabeth, 1889
91 Ban v Ind, Dhaka, 2000 +
103 Afg v Ind, Bengaluru, 2018 +
104 Aus v Eng, MCG, 1877 +
108 Eng v Aus, MCG, 1877 +
109 Afg v Ind, Bengaluru, 2018
112 NZ v Eng, Christchurch, 1930
(+ એટલે બીજો દાવ)
[rl_gallery id=”52785″]