મહિલા ભાલાફેંકમાં અનુ રાનીને ટોક્યો-ઓલિમ્પિકની ટિકિટ મળી

નવી દિલ્હીઃ મેરઠની એક વધુ પુત્રી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભાલા ફેંક ચેમ્પિયન અનુ રાનીની વર્લ્ડ એથ્લિટ રેન્કિંગ સિસ્ટમને આધારે ટોક્યો ઓલિમ્પિક માટે પસંદગી થઈ છે. વિશ્વ એથ્લેટિક્સે સત્તાવાર રીતે ક્વોટા પ્લેસિસની ઘોષણા કરી હતી. સ્પિન્ટર દુતી ચંદ 100 મીટર અને 200 મીટરની સ્પર્ધામાં ભાગ લેશે. અનુ રાની મહિલા ભાલા ફેંકમાં ભાગ લેશે, જ્યારે MP જબિર 400 મીટરની હર્ડલ્સમાં ભાગ લેશે. અનુ રાનીને ઓલિમ્પિક ટિકિટ મળવાથી તેના ગામ બહાદુરપુરમાં પરિવારજનો ખુશખુશાલ છે.  

રાણીએ વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર અને વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ક્વોલિફાઈ થઈ હતી.

તેણે 2015માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને 2017માં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  તે આઠ વખત રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર એથ્લીટ છે. 12 વર્ષની સ્પોર્ટ્સ કેરિયરમાં આર્થિક સમસ્યાઓ છતાં અનુએ શાનદાર દેખાવ કરીને ઓલિમ્પિક ટિકિટ હાસંલ કરી હતી.