નવી દિલ્હી – રિયો ઓલિમ્પિક્સમાં જોરદાર દેખાવ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરી ગયેલી ૨૪ વર્ષિત જિમ્નાસ્ટ દિપા કર્માકરે આઠ મહિના બાદ તેની વોલ્ટ પ્રેક્ટિસ ફરી શરૂ કરી છે.
દિપાને ગયા એપ્રિલમાં એનાં ડાબા ઘૂંટણમાં સર્જરી કરાવવી પડી હતી. એને પગલે એ પાંચ મહિના સુધી ઉપચાર હેઠળ હતી.
આખરે એણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ ફરી શરૂ કરી દીધી છે.
દિપા એનાં કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા બિશ્વેશ્વર નંદીનાં માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ શરૂ કરી છે.
નંદીએ કહ્યું છે કે દિપા બાળપણથી અત્યંત દ્રઢ મનોબળવાળી રહી છે. એ હવે વર્લ્ડ જિમ્નેસ્ટિક્સમાં જૂની વોલ્ટ પરફોર્મર્સનાં વિડિયોનો અભ્યાસ કરી રહી છે.
૨૦૧૬ની રિયો ઓલિમ્પિક્સમાં દિપાએ પ્રોડુનોવા વોલ્ટ પર પરફોર્મ કરીને જોરદાર સ્પર્ધા કરી હતી, પણ એ સહેજ માટે કાંસ્યચંદ્રક જીતતા રહી ગઈ હતી.