ટોક્યોઃ જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં આવી આક્રમક કરવાવાળો નીરજ બીજો ભારતીય બન્યો છે. નીરજે પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો છે. નીરજથી બધાને મેડલની આશા હતી. બીજી બાજુ જર્મનીના જોહાનસ વેટ્ટરે પહેલા પ્રયાસમાં 82.52 મીટરનો થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે પહેલા પ્રયાસમાં 82.40 મીટર ભાલો ફેંક્યો હતો. જોકે નીરજ ટોપ પર છે.
ઓલિમ્પિકના ઇતિહાસમાં કોઈ ભારતીય ટ્રેક અને ફીલ્ડ એથ્લેટિક્સમાં મેડલ નથી જીત્યો.
Neeraj Chopra:
5th attempt: Foul
4th attempt: Foul
3rd attempt: 76.79m
2nd attempt: 87.58m
1st attempt: 87.03m
After 5 rounds, Neeraj leading the fray.
Final attempt left. #Tokyo2020withIndia_AllSports— India_AllSports (@India_AllSports) August 7, 2021
જાપાનમાં થઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને કુસ્તીમાં બીજો મેડલ મળ્યો છે. પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોના 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે કજાકિસ્તાનના દૌલેટ નિયાજબેકોવને 8-0થી હરાવ્યો છે. આ ભારતનો કુસ્તીમાં બીજો અને વર્તમાન ઓલિમ્પિકમાં કુલ સાતમો મેડલ છે.
Neeraj Chopra:
2nd attempt: 87.58m
1st attempt: 87.03m
Our boy is on fire! #Tokyo2020withIndia_AllSports— India_AllSports (@India_AllSports) August 7, 2021
આ પહેલાં રવિ દહિયાએ કુસ્તીમાં પુરુષોના 57 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે આ પહેલાં લંડન ઓલિમ્પિક 2012માં છ મેડલ જીત્યા હતા, ત્યારે કુસ્તીમાં સુશીલકુમાર અને યોગેશ્વર દત્તે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
બજરંગે દ્રઢ ઇરાદા સાથે મેટમાં ઊતર્યો હતો. તેણે પહેલા પિરિયડમાં બે અંક બનાવ્યા હતા અને તેણે ડિફેન્સમાં સારી રમતનું પ્રદર્શન કર્યું હતું. તે બીજા પિરિયડમાં વધુ વધુ આક્રમક નજરે ચઢ્યો હતો. બજરંગની આ જીત પર હરિયાણા સરકારે તેને સરકારી નોકરી અને રૂ. 2.5 કરોડ રોડ ઇનામની ઘોષણા સરકાર દ્વારા કરવામાં આવી છે.