ડિયેગો મારાડોનાનું અવસાન

બ્યુનોસ આયર્સઃ આર્જેન્ટિનાના દંતકથાસમાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બ્યુનોસ આયર્સ શહેરમાં એમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે આજે અવસાન થયું છે. એ 60 વર્ષના હતા.
વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મારાડોનાને હાલમાં જ બ્રેન સર્જરી કરાવવી પડી હતી. ગઈ 11 નવેમ્બરે એમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
મારાડોનાના સુકાનીપદ હેઠળ આર્જેન્ટિનાએ 1986માં ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.
નિવૃત્ત થયા બાદ કોકેનના વ્યસનને કારણે એમને હૃદયની તકલીફો ઊભી થઈ હતી.