સુરેશ રૈના જમ્મુ-કશ્મીરમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરશે

જમ્મુઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ જમ્મુ અને કશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ સાથે એક કરાર કર્યો છે જે અનુસાર તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરશે.

કરાર પર હસ્તાક્ષર વિધિ વખતે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર (ઉપરાજ્યપાલ) મનોજ સિન્હાએ હાજરી આપી હતી.

રૈના ગઈ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. એણે આજે પત્રકારોને કહ્યું કે ક્રિકેટ એકેડેમી શરૂ થવાથી જમ્મુ-કશ્મીરના યુવાઓને એમની ક્રિકેટ ક્ષમતા બતાવવાનો સરસ મોકો મળશે. આ એક સારી પહેલ છે. અહીં ક્રિકેટની ઘણી ટેલેન્ટ અને ઉત્સાહ છે. આવતા પાંચ કે દસ વર્ષમાં જો આ પ્રદેશમાંથી એક કે બે યુવાન પણ દેશ વતી રમી શકશે તો એ મોટી સિદ્ધિ ગણાશે. હું ભારત વતી 15 વર્ષ રમ્યો છું અને હવે મારો એ અનુભવ હું જમ્મુ-કશ્મીરના યુવા ખેલાડીઓને આપવા માગું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]