ધોનીએ શર્ટ પર ઓટોગ્રાફ આપ્યા એ બહુ ભાવુક ક્ષણઃ ગાવસકર

નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે ખુલાસો કર્યો હતો કે ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની છેલ્લી લીગ મેચમાં રવિવારે જ્યારે કેપ્ટન એમએસ ધોનીએ શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો, ત્યારે એ તેમના માટે ઘણી ભાવુક ક્ષણ હતી. IPL 2023ની પોતાની છેલ્લી ઘરેલુ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સથી છ વિકેટે હાર છતાં CSK અને તેના ફેન્સે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં એક વિશેષ અવસર હતો.

એ CSKની સીઝનની છેલ્લી મેચ હતી, ધોનીએ અન્ય સાથીઓની સાથે ચેપોકમાં લેપ ઓફ ઓનર કરવાનો નિર્ણય કર્યો હતો.  જેવા જ CSKના ખેલાડીઓ ઘરેલુ સ્ટેડિયમમાં ઘૂસ્યા, ક્રિકેટના દિગ્ગજ ગાવસકરે એ ખેલાડીઓનો પીછો કર્યો અને CSKના કેપ્ટન ધોનીથી એનો ઓટોગ્રાફ માગ્યો. કેપ્ટન ધોનીને પોતાના શર્ટ પર ઓટોગ્રાફ આપવા માટે કહ્યું હતું, જે બહુ ભાવુક ક્ષણ હતી. ગાવસકરે ખુલાસો કર્યો હતો કે જ્યારે ધોની તેમને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, ત્યારે તેઓ ભાવુક કેમ થયા હતા.

ગાવસકરે જણાવ્યું હતું કે જ્યારે મને માલૂમ પડ્યું હતું કે એમએસ ધોનીને ચેપોકમાં સન્માન માટે લઈ જઈ રહ્યા છે, ત્યારે મેં એક વિશેષ યાદગીરી બનાવવાનો નિર્ણય કર્યો હતો. એટલે હું તેનો ઓટોગ્રાફ લેવા માટે MSD તરફ દોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે અહીં રમવાની તક મળશે તો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે, પરંતુ મને એ પળને ખાસ યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો.  તેમણે કહ્યું હતું કે હું માહીની પાસે ગયો અને તેને એ શર્ટ પર હસ્તાક્ષર કરવાની વિનંતી કરી હતી, જે મેં પહેર્યું હતું. એ સ્વીકાર કરીને તેણે બહુ સારું કર્યું હતું. એ મારા માટે ખાસ ક્ષણ હતી, કેમ કે એ સાથીએ ભારતીય ક્રિકેટમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું.