CWG: વેઇટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

બર્મિગહેમઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારના વેઇલિફ્ટરો સતત ઉત્તમ દેખાવ કરી રહ્યા છે. અચિંતા શેઉલીએ પુરુષ વેઇટલિફ્ટિંગના 73 કિલોની શ્રેણીની ફાઇનલમાં ઉત્તમ દેખાવ કરીને ભારતને એક વધુ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ ભારતે અત્યાર સુધી કોમનવેલ્થમાં છ મેડલ મેળવ્યા છે, જેમાં ત્રણ ગોલ્ડ છે. આમાં આશ્ચર્યની વાત એ છે કે ત્રણે ગોલ્ડ મેડલ ભારતના વેઇટલિફ્ટરે હાંસલ કર્યા છે.

સૌથી પહેલાં મીરાબાઈ ચાનુએ ભારતને વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બીજો ગોલ્ડ 19 વર્ષના ભારતના વેઇટલિફ્ટર જેરેમીએ અપાવ્યો હતો. ત્યાર બાદ અચિંતાએ પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. પશ્ચિમ બંગાળના 21 વર્ષના શેઉલીએ સ્નેચમાં 143 કિગ્રા વજન ઉઠાવ્યું હતું, જે કોમનવેલ્થ ગેમોમાં એક નવો રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો સહિત કુલ 313 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચિંતા શેઉલીને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે ઘણી ખુશી છે કે પ્રતિભાશાળી અચિંતા શેઉલીએ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તે શાંત સ્વભાવ અને તપ કરવા માટે જાણીતો છે. આ ખાસ સફળતા માટે તેણે આકરી મહેનત કરી છે. તેને ભવિષ્યમાં મારા તરફથી શુભકામનાઓ.

વડા પ્રધાને કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ગ્રુપ રવાના થતાં પહેલાં અચિંતા શેઉલીની સાથે વાતચીત કરી હતી. મેં તેની તેમની માતા અને ભાઈથી મળેલા સપોર્ટ પર ચર્ચા કરી હતી. હું આશા કરું છું કે હવે પદક જીત્યા પછી તેને ફિલ્મ જોવાનો સમય મળશે. PMથી વાતચીતમાં અચિંતાએ કહ્યું હતું કે તે ટ્રેનિંગને કારણે ફિલ્મ જોવા માટે સમય નથી ફાળવી શકતો.  મલેશિયાના ઇહિદાયત મોહમ્મદને સિલ્વર અને કેનેડાના શાદ ડારસિગ્નીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, જેમણે ક્રમશઃ 303 અને 298 કિલો વજન ઉઠાવ્યું હતું.