‘ભારતીયોને કોરોના-રસીની જરૂર નથી’ કહેનાર હરભજન સિંહની ટીકા

ચંડીગઢઃ વિશ્વઆખું કોરોના વાઇરસ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. આપણા દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધી રહ્યા છે. કેટલીક કંપનીઓએ વેક્સિન બનાવી લીધી છે, પણ કોઈ પણ વેક્સિન 100 ટકા કારગત નથી. ભારતમાં ત્રણ વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. આ મુદ્દે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે સવાલો ઊભા કર્યા છે, જેને લીધે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

હરભજને ગુરુવારે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સવાલ મૂક્યો હતો કે શું ભારતીયોને કોવિડ-19ની રસીની ખરેખર જરૂર છે? કારણ કે રસી વિના પણ ભારતનો રિકવરી રેટ 93.6 ટકા છે. આ ભૂતપૂર્વ સ્પિનરે એ વિગત પણ શેર કરી છે કે ફાઇઝર અને બાયોટેકની રસી 94 ટકા અસરકારક હોવાનો દાવો કરે છે જ્યારે મોડેર્ના અને ઓક્સફર્ડની રસીનો એક્યુરસી રેટ અનુક્રમે 94.5 ટકા અને 90 ટકા છે. જોકે ભજ્જીની આ દલીલ સાથે અનેક ટ્વિટર યૂઝર્સ સહમત થયા નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રકારના ટ્વીટ પોસ્ટ ન કરવાની એને સલાહ આપી છે.

હરભજનના આ ટ્વીટના જવાબમાં કેટલાક જણે આ રીતે પ્રતિક્રિયા આપી છેઃ