ઘણા વર્ષો બાદ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફિની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આ મેચ શ્રેણી શરૂ થતાની સાથે પોકિસ્તાર વિવાદમાં ઘેરાયેલું રહે છે. ભારતીય ધ્વજથી લઈ આતંકવાદિ હુમલાથી પ્રેકક્ષેકોને ડરાવવાની વાત સુધી પાકિસ્તાન વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પ્રશ્નો ઊઠ્યા છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સુરક્ષા માટે તૈનાત 100 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાનો મામલો સામે આવ્યો છે.
આ અંગે પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે “પોલીસ અધિકારીઓને ગદ્દાફી સ્ટેડિયમ લાહોર અને હોટલ વચ્ચે મુસાફરી કરતી ટીમોની સુરક્ષા પૂરી પાડવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ક્યાં તો ગેરહાજર હતા અને તેમની જવાબદારીઓ નિભાવવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.”જ્યારે બીજા એક અધિકારીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની સુરક્ષાની વાત આવે ત્યારે બેદરકારીનો કોઈ અવકાશ નથી હોતો. પરંતુ ગેરહાજરીનું સાચું કારણ લાંબા કલાકોની ફરજ હોઈ શકે છે. આટલું પૂરતું ન હોય તો વિદેશી નાગરિકો સામે અપહરણની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે, બરતરફ કરાયેલા પોલીસકર્મીઓએ તેમની સત્તાવાર ફરજો બજાવવાનો શા માટે ઇનકાર કર્યો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી, કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે બરતરફ કરાયેલા પોલીસકર્મીઓ લાંબા સમય સુધી ફરજ બજાવવાને કારણે વધુ પડતા બોજની લાગણી અનુભવતા હતા. ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમ પહેલા જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.
