હરિયાણા-મુંબઈ વચ્ચે પિસાય ગયો ચહલ ધનશ્રીનો લગ્ન સંબંધ?

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માનું લગ્નજીવનનો અંત આવ્યો છે અને આ સાથે વધુ એક ક્રિકેટરે લગ્ન સંબંધને ટૂંકાવ્યા છે. હાલ તો બંન્ને પોત પોતાના કરીયરમાં આગળ વધવા તરફ ધ્યાન આપી રહ્યા છે. જ્યારે અત્યારે સુધી બંન્ને છૂટાછેડાનું કારણે બહાર આવ્યું નથી. જેના પર તમામ લોકોના કાન વળગી રહ્યા છે. કે આખરે આ જાણીતી જોડી કેમ અલગ થઈ? તેમના છૂટાછેડા લાંબા સમયથી સમાચારોમાં હતા, અને સોશિયલ મીડિયા પર ધનશ્રીને ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. હવે સૂત્રોના અહેવાલોમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચેનો મુખ્ય વિવાદ એ હતો કે તેઓ કયા શહેરમાં સ્થાયી થાય. ચહલ અને ધનશ્રીની રહેવાના સ્થળ અંગેની પસંદગી અલગ-અલગ હતી, જેના કારણે તેમની વચ્ચે મોટો મતભેદ થયો.

ડિસેમ્બર 2020માં લગ્ન થયા બાદ ચહલ અને ધનશ્રી હરિયાણામાં ચહલના માતા-પિતા સાથે રહેવા ગયા હતા. પરંતુ થોડા સમય પછી ધનશ્રીએ મુંબઈમાં સ્થાયી થવાની ઈચ્છા બતાવી. આ વાત ચહલને ગમી નહીં, કારણ કે તેણે શરૂઆતથી જ કહ્યું હતું કે તે પોતાના માતા-પિતા અને હરિયાણાને છોડવા તૈયાર નથી. બંને માત્ર કામ માટે જ મુંબઈ જતા હતા, પરંતુ સ્થાયી રહેવાના મુદ્દે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અહેવાલો કહે છે કે આ હરિયાણા અને મુંબઈનો વિવાદ જ તેમના સંબંધોમાં અંતર લાવવાનું મુખ્ય કારણ બન્યો. જોકે, ચહલ કે ધનશ્રીએ આ અંગે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.

20 માર્ચ, 2025ના રોજ મુંબઈની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી હતી. ચહલે ધનશ્રીને એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ રકમમાંથી અડધી રકમ એટલે કે 2.37 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, અને બાકીની રકમ કોર્ટના આદેશ પછી ચૂકવવામાં આવશે. આ એલિમનીને લઈને ધનશ્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ સાંભળવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે છૂટાછેડા બાદ ચહલ પોતાના જીવનમાં આગળ વધી ગયો છે. તે હવે RJ મહવશ સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે. ચાહકોને આ નવી જોડી પસંદ પડી રહી છે.