રાહુલ-અથિયા ત્રણ મહિનામાં લગ્ન કરશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ-કેપ્ટન અને આઈપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન કે.એલ. રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી ઘણા વખતથી એકબીજાંનાં પ્રેમમાં છે અને ત્રણ મહિનામાં લગ્ન કરશે એવો અહેવાલ છે.

ઈન્ડિયા ટુડેએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે રાહુલ અને અથિયાનાં લગ્નની પૂરજોશમાં ચાલી રહી છે. રાહુલના માતાપિતા હાલમાં જ અથિયાનાં માતાપિતાને મળવા માટે મુંબઈ આવ્યાં હતાં. પ્રેમી યુગલ લગ્ન બાદ જ્યાં શિફ્ટ થવાનું છે તે મુંબઈમાં એમના નવા ઘરની એમનાં માતાપિતાએ મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. લગ્ન સમારંભ મુંબઈમાં યોજાશે. 30 વર્ષીય અને બેંગલુરુમાં જન્મેલો કન્નોર લોકેશ (કે.એલ.) રાહુલ હાલ સાથળના સ્નાયૂની ઈજાની સર્જરી કરાવવા માટે હાલ જર્મની ગયો છે. એને કારણે તેને ઈંગ્લેન્ડનો પ્રવાસ ગુમાવવો પડ્યો છે. એને ત્યાં હજી દોઢેક મહિનો રહેવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]