એશિયા કપ હોકીઃ સુપર-૪ રાઉન્ડમાં ભારત-કોરિયા મેચ ૧-૧થી ડ્રો

ઢાકા – અહીંના મૌલાના બશાની સ્ટેડિયમ ખાતે રમાતી એશિયા કપ હોકી-૨૦૧૭માં સુપર-૪ રાઉન્ડમાં ભારતે પોતાની પહેલી મેચમાં દક્ષિણ કોરિયાને જીતતું અટકાવ્યું છે. મેચ ૧-૧થી ડ્રોમાં ગઈ છે.

ભારતને પરાજયમાંથી ઉગારતો ગોલ ગુરજંત સિંહે છેક ૬૦મી મિનિટે કરીને મેચ જીતવાની દક્ષિણ કોરિયાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

દક્ષિણ કોરિયાએ તેનો એકમાત્ર ગોલ ૪૧મી મિનિટે કર્યો હતો જ્યારે તેના ખેલાડી લી જુંગજુને ભારતના ગોલીની ઉપરથી ફ્લિક કરીને ગોલ કરી દીધો હતો.

પહેલા હાફને અંતે સ્કોર ૦-૦ હતો.

દિવસની પહેલી સુપર-૪ રાઉન્ડ મેચમાં મલેશિયાએ પાકિસ્તાનને ૩-૨થી હરાવ્યું હતું.

ભારત પૂલ-સ્ટેજની મેચોને અંતે પોતાના પૂલમાં બધી મેચો જીતીને ટોચ પર રહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]