એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાઉઝ એવન્યુ ખાતેના સ્પેશિયલ જજની કોર્ટમાં નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કર્યા. સ્પેશિયલ જજ વિશાલ ગોગને કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત તમામ પ્રસ્તાવિત આરોપીઓ સાથે આ દસ્તાવેજો શેર કરવાનો નિર્દેશ આપ્યો.
કેસની આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે. ED વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ વર્ષ 2014માં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અને 30 જૂન, 2021ના રોજનો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો. બંને દસ્તાવેજો રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.
