અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રીના જન્મના 3 મહિના બાદ તેણીની એક ઝલક બતાવી છે. આ સાથે જ દીકરીના નામની પણ જાહેરાત કરી છે. નામ બંને સેલિબ્રિટીના નામનું મિશ્રણ છે. જાણીએ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાની લાડલીનું શું નામ રાખ્યું?

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જુલાઈમાં તેમની પુત્રીનું સ્વાગત કર્યું. શુક્રવારે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સમક્ષ તેમની પુત્રીનું નામ જાહેર કર્યું. તેમણે તેમની રાજકુમારીનું નામ “સરાયાહ” રાખ્યું છે. ચાહકો માને છે કે આ નામ તેમના પોતાના નામ જોડીને બનાવવામાં આવ્યું છે. પરંતુ તેનો અર્થ શું છે?
સરાયાહ નામના અનેક અર્થો
કિયારા અને સિદ્ધાર્થની પુત્રી સરાયાહના સંસ્કૃત અને અરબીમાં અલગ અલગ અર્થો છે. સંસ્કૃતમાં, નામનો અર્થ સાર અથવા તત્વ થાય છે. અરબીમાં, સરાયાહનો અર્થ શુદ્ધ અથવા સન્માનથી ભરેલો થાય છે. હિબ્રુમાં, નામનો અર્થ રાજકુમારી થાય છે. આ નામ તેજ અને સૌમ્ય શબ્દો સાથે પણ સંકળાયેલું છે. સૌમ્ય એટલે કોમળ.
View this post on Instagram
તેઓ પોતાની દીકરીને ભગવાનનો આશીર્વાદ માને છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાની પોસ્ટમાં પોતાની દીકરી સરાયાહને ભગવાનનો આશીર્વાદ ગણાવી છે. તેમના માટે તેની નાનકડી લાડલી કોઈ રાજકુમારીથી ઓછી નથી. કિયારાએ પોતાની દીકરીને ઉછેરવા માટે કારકિર્દીમાંથી બ્રેક લીધો છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના કામની વાત કરીએ તો તેતાજેતરમાં ફિલ્મ “પરમ સુંદરી” માં દેખાયો હતો. આવતા વર્ષે તે ફિલ્મ “વન” માં જોવા મળશે. તે હાલમાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જે એક હોરર શૈલીની ફિલ્મ છે. સિદ્ધાર્થે તાજેતરમાં જ તેના વાલીપણાની વાત કરતા કહ્યું કે તે પિતા તરીકેની બધી જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.




