અમદાવાદ: બિઝનેસ સ્કૂલ (SBS)માં PGDM ૨૦૨૬–૨૮ બેચના વિધ્યાર્થીઓ માટે એક અઠવાડિયાના ઇન્ડક્શન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. “સક્ષમ 2026” નામના આ કાર્યક્રમમાં બેચના 253 વિદ્યાર્થીઓએ હાજરી આપી. આ ઇન્ડક્શન પ્રોગ્રામની થીમ: “ફોકસ 3 આર – રિઈમેજીન, રિજીલ્યન્ટ, રિસ્પોન્સિબલ” રાખવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે આ કાર્યક્રમને જવાબદારીના બોજ તરીકે નહીં પરંતુ એક તક તરીકે જોવા કહ્યું. તેમજ દરેકને જવાબદારી સાથે આગળ વધવા, પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરવા અને વિશ્વને તાત્કાલિક જરૂર હોય તેવા પરિવર્તનશીલ નેતા બનવા જણાવ્યું.
આ પ્રસંગે હાજર રહેલ ચિરિપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરીપાલે “રીઇમેજિન” લેન્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે, કેવી રીતે કયુરિઓસીટી અને નોનજજમેન્ટલ માઈન્ડસેટે તેમને તકો શોધવા માટે સશક્ત બનાવ્યા. તેમણે વધુમાં વિદ્યાર્થીઓને પોતાની પોસિબિલીટિસ સતત રિઈમેજીન કરવા જણાવ્યું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ લિટેરા ટેક્નોલોજીસના એમ.ડી. સૌરભ સિંઘવીએ, વિદ્યાર્થીઓને કહ્યું કે ‘રેઝિલિયન્ટ’ એ એક આદત છે જે સતત, સાહસિક પસંદગીઓ દ્વારા રચાય છે. ગ્લોબલ લીડરશીપ કોચ અને મલ્ટિપલ બેસ્ટ સેલિંગ બુક્સના લેખક ડૉ. પી.કે. રાજપૂતે વિદ્યાર્થીઓને થીમના ત્રણેય ઘટકો એકસાથે જોડીને વાતચીત, જવાબદારી અને સ્વ-જાગૃતિના વ્યવહારુ ઉદાહરણો સાથે સમજાવ્યા. જ્યારે પોઝિટિવ પાજી કુલદીપસિંહ કાલેરના પ્રેરક વક્તવ્યએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી.
એક અઠવાડિયા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં શિક્ષણ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાએલા મહાનુભાવો હાજરી આપશે.






