શાંતિ એશિયાટિક સ્કૂલમાં ‘SAS ફેસ્ટ 2025’ યોજાયો

અમદાવાદ: બોપલ ખાતે આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં “એસ.એ.એસ. (SAS) ફેસ્ટ 2025” ઉત્સાહ અને આનંદ સાથે યોજાયો. આ ફેસ્ટમાં અમદાવાદની દસ સી.બી.એસ.ઇ. સ્કૂલ્સના 250 વિધ્યાર્થીઓએ યોગા, આર્ટ, ડાન્સ, મ્યુઝિક જેવી વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લીધો.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યાર બાદ શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.દરેક સહભાગી વિદ્યાર્થીઓએ અસાધારણ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું. જેનાથી વાતાવરણ પ્રતિભા અને સ્વસ્થ સ્પર્ધાથી ભરેલું બન્યું.બધી જ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહારાજા અગ્રસેન સ્કૂલને ઓવરઓલ ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી.સમાપન સમારોહ દરમિયાન યજમાન શાળા શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવી. જેણે કાર્યક્રમની ઉજવણીના મૂડમાં વધારો કર્યો.

શિક્ષકો, કાઉન્સિલના સભ્યો, સ્વયંસેવકો અને તમામ ભાગ લેતી શાળાઓના સામૂહિક પ્રયાસોને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.