દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ રમાઈ રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરવાનો રહેશે. જો કે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે.
https://twitter.com/ANI/status/1628735585941860352
ભારતીય ટીમની સફર શાનદાર રહી
ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. ભારતે 4માંથી 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે ચોથી મેચમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 5 રને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે.
ભારત (પ્લેઈંગ ઈલેવન):
શફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (સી), રિચા ઘોષ (વિકેટમેન), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શિખા પાંડે, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન):
એલિસા હીલી (wk), બેથ મૂની, મેગ લેનિંગ (c), એશલે ગાર્ડનર, એલિસ પેરી, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, જેસ જોનાસન, મેગન શુટ, ડી’આર્સી બ્રાઉન