ગુજરાતમાં લહેરાયો ભગવો, ગુજરાતને માત્ર મોદી પસંદ છે

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ પ્રારંભિક વલણોમાં બહુમતથી આગળ નીકળી ગયું છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત ખરાબ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં પીએમ મોદીનો એવો જાદુ હતો કે જે વિસ્તારોમાં ભાજપ આજ સુધી હારતી હતી ત્યાં ભાજપે હવે 150નો આંકડો પાર કરી લીધો છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપને લગભગ 47 ટકા વોટ શેર મળ્યા છે. ભાજપ લગભગ 20 સીટો પર આગળ છે.

ગુજરાત ચૂંટણીમાં ભાજપ આ મોટી જીત છે. ભાજપને 53 ટકા અને AAPને 12 ટકા વોટ મળ્યા છે.  AAPએ પોતાનો વોટ શેર વધારીને કોંગ્રેસની વોટબેંકમાં ખાડો પાડ્યો છે. અત્યાર સુધી ચૂંટણી પંચ (EC)ના ડેટા અનુસાર કોંગ્રેસનો હિસ્સો ઘટીને 27 ટકા પર આવી ગયો છે. ભાજપ 154 બેઠકો પર, કોંગ્રેસ 19 બેઠકો પર, AAP છ બેઠકો પર, સમાજવાદી પાર્ટી એક પર અને અપક્ષ ત્રણ બેઠકો પર આગળ છે.

માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે. ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે. અગાઉની ચૂંટણીઓમા જ્યારે ઇવીએમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા ત્યારે આ વખતે કોંગ્રેસને હાર માટે નવું બહાનું મળ્યું છે.