બિહારમાં કરોડોનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો

બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના સિક્તી બ્લોકમાં બની હતી. અહીં બાકરા નદીના પાદરિયા ઘાટ પર કરોડોના ખર્ચે બનેલો પુલ અચાનક નદીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

 

કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પહેલાના બ્રિજના એપ્રોચને કાપ્યા બાદ બનાવવામાં આવ્યો હતો. લોકોનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ઉદ્ઘાટન પહેલા પુલ તૂટી પડ્યો હતો. લોકોનું કહેવું છે કે તાજેતરમાં વિભાગ દ્વારા પુલના એપ્રોચ રોડને પુનઃસ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તે પહેલા આ અકસ્માત થયો હતો.